અમદાવાદ

ગુજરાતમા આપ નેતા Gopal Italiya એ પોતાને જાહેરમાં જ પટ્ટા માર્યા, જાણો સમગ્ર મામલો…

અમદાવાદ : ગુજરાતના(Gujarat)અમરેલીમાં નકલી લેટરકાંડમાં અટકાયત કરેલી પાટીદાર યુવતીના સરઘસ બાદ મુદ્દો ગરમાયો છે. જેમાં પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની પણ માગ કરી હતી. જેના પગલે આજે આપ નેતા અને પાટીદાર ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાની જાતને પટ્ટા મારીને યુવતીને ન્યાય મળે તેની માંગ કરી હતી. તેમણે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ બોલીને પોતાને જ પટ્ટા માર્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં Patidar Aandolan મુદ્દે ઉદ્યોગપતિ કરશન પટેલનું મોટું નિવેદન, કહી આ વાત

પોલીસ દીકરીને પટ્ટા કેવી રીતે મારી શકે?

આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં જાહેરમાં જણાવ્યું હતું કે, અમે રજૂઆત લઈને જઇએ તો અમારી પર એફઆઇઆર કરવામાં આવે. એટલે મે નક્કી કર્યું છે અમે દીકરીને ન્યાય નથી અપાવી શકયા અને એટલે દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે તે એ પટ્ટા આજે હું ખાઇશ જાહેરમાં અને મે નક્કી કર્યું છે આ દીકરીને માર્યા છે એ પટ્ટા મને મારવા જોઇએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઇએ. પોલીસ દીકરીને પટ્ટા કેવી રીતે મારી શકે? આ ઘટનાથી ગુજરાતનો આત્મા જાગવો જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ શું લગાવ્યો સનસનીખેજ આરોપ?

પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો

ઉલ્લેખનીય છે કે, અમરેલી બનાવટી લેટર કાંડ મુદ્દે પાયલ ગોટીએ રવિવારે આક્ષેપો કર્યા હતા. પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની પણ માગ કરી હતી. કૌશિક વેકરીયાને પત્ર લખી ન્યાયની માગ કરવામાં આવી હતી અને કોઈ ગુનો કર્યો હોવાનો પાયલે ઈન્કાર કર્યો હતો. પાયલે કહ્યું કે મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. જેની ઠુમ્મર મારા પરિવારને હિંમત આપવા આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button