અમદાવાદ
જીટીયુનું કટ-કૉપી-પેસ્ટઃ ગયા વર્ષનું બેઠું પશ્નપત્ર આપી દેતા વિદ્યાર્થીઓમાં રોષ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના પરિણામ નહીં, પરંતુ પ્રશ્નપત્રથી નારાજ હતા. અહીં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષનું બેઠું પેપર માત્ર તારીખ બદલી આપી દેવામાં આવ્યું હતું.
પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલા સવાલ એસાઈન્મેન્ટમાં પણ પૂછાયા હતા, તેમ પણ વિદ્યાર્થીઓએ કહ્યું હતું. આ અંગે યુનિવર્સિટીના સૂત્રોએ કમિટી બેસાડી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
યુનિવર્સિટીએ સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપ્યું ત્યારે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને આ ગયા વર્ષનું જ હોવાનો દાવો કર્યો હતો.
પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ વિષયના પ્રશ્નપત્ર વિશે વિદ્યાર્થીઓએ પ્રોફેસર સાથે પણ ચર્ચા કરી હતી અને એસાઈન્મેન્ટના જ સવાલો પૂછવામાં આવ્યા હોવાની રજૂઆત પણ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



