
અમદાવાદ: હાલ હોળી અને ધુળેટી ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર-દ્વારકા જતાં હોય છે. આગામી દિવસોમાં આવી રહેલા હોળી-ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.
Also read : PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટનઃ કહ્યું, દાદરા અને નગર હવેલી આપણો વારસો…
હોળી-ધૂળેટીના પર્વમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે. જેના પરિણામે દર વર્ષે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
5 દિવસ 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન
હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારના ધ્યાનમાં રાખીને આગામી 9 માર્ચ થી 13 માર્ચ, 2025 એમ 5 દિવસ દરમિયાન ડાકોર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, બારીયા અને છોટા ઉદેપુર જતાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન, બોપલ સ્થિત વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
Also read : Gujarat એ મેળવી વધુ એક સિદ્ધિ, રાજ્યનો વ્યાજ ખર્ચ માત્ર 11. 21 ટકા નોંધાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જેવા જિલ્લામાંથી અનેક લોકો નોકરી અને વેપાર-ધંધા માટે અમદાવાદમાં આવીને વસ્યા છે. જેઓ હોળી-ધૂળેટીના તહેવાર માટે ખાસ પોતાના વતન જતા હોય છે.