Gujarat માં કન્યાઓને આપવાની સાઈકલમાં તંત્રની ઘોર બેદરકારી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે સાયકલ ખરીદીને વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં મોકલાઈ છે. ત્યારે 2023માં ધોરણ નવની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો કેટલાક હજુ પણ જિલ્લાઓમાં ધૂળ ખાઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આ વિગતો સામે આવી છે.
ગોધમજી ખાતે આદિવાસી છાત્રાલયમાં 1350 સાયકલો લવાઈ
જેમાં મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાનાં ગોધમજી નજીક ખેડ તસિયા રોડ પર આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર આદિવાસી છાત્રાલયમાં વર્ષ 2023માં 1350 સરકારી સાયકલો વિતરણ વિના જ પડી છે. ત્યારે તંત્રે સમગ્ર મામલે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટરને માથે થોપી દીધો છે.
ધાનેરામાં આવેલા છાત્રાલયમાં 815 જેટલી સાયકલો ધુળ ખાઈ રહી છે
આ ઉપરાંત બનાસકાંઠાના ધાનેરા શહેરમાં આવેલા કુમાર છાત્રાલયમાં 815 જેટલી સરસ્વતી સાધના યોજના હેઠળ તૈયાર થયેલી વર્ષ 2023માં ધોરણ નવમાં આવેલી વિદ્યાર્થીઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાઈ રહી હતી. ધોરણ નવમા ધોરણની જે વિદ્યાર્થિનીઓને આ સાયકલ આપવાની હતી તે વિદ્યાર્થીને અત્યારે ધોરણ 10માં આવી ગઈ છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી.