અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્ય પ્રધાનના દિશા સૂચનમાં 40 લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ શરૂ કર્યું હતું.
કેટલા વૃક્ષો વાવવાનો છે લ્ક્ષ્યાંક
મિશન ફોર મિલિયન ટ્રીઝ ૨૦૨૫ – FMT અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી તા. ૨૯-૦૭-૨૦૨૫ સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ ૨૦,૪૨,૬૮૯ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૫૧% વૃક્ષારોપણની સિદ્ધી અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી હતી.
આપણ વાંચો: Gujarat: અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની વાતો વચ્ચે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ
આ ઉપરાંત કોઈ નાગરિક AMC સેવા એપ ઉપર રજિસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે