અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે

૫૫,૮૦૭ સ્ત્રી અને ૫૭,૯૫૪ પુરુષ સહિત કુલ ૧,૧૩,૭૬૧ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯ વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે.

દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને ૧ વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાશે. ધોલેરા તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૩૫ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૨૮ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: રાજ્યમાં કુલ 751 પંચાયતો બિનહરીફ જાહેર, ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ

વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતોમાં, ૮ સરપંચની બેઠક અને ૨૧ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધોળકા તાલુકામાં ૬ ગ્રામ પંચાયતોમાં, ૪ સરપંચની બેઠક અને પાંચ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.

દેત્રોજ – રામપુરા તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોમાં, ૧૨ સરપંચની બેઠક અને ૪૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને ૬ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં કકળાટઃ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં બે દિગ્ગજોની જાહેરમાં આક્ષેપબાજી

૧,૧૬૦ કર્મચારીઓ કરશે કામગીરી

આમ જિલ્લામાં કુલ ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં કુલ ૧૨૫ મતદાન મથકોએ મતદાન થશે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને પોલિંગ સ્ટાફ સહિત કુલ ૧,૧૬૦ કર્મચારીઓ કાર્યરત રહેશે.

કેટલા મતદારો છે નોંધાયેલા

બાવળા તાલુકામાં ૪૪૪૮ સ્ત્રી અને ૪૫૬૬ પુરુષ સહિત કુલ ૯૦૧૪ મતદારો નોંધાયેલા છે. દસક્રોઇ તાલુકામાં ૬૮૨૧ સ્ત્રી અને ૬૭૫૮ પુરુષ સહિત કુલ ૧૩૫૭૯ મતદારો નોંધાયેલા છે. ધોલેરા તાલુકામાં ૬૯૯૮ સ્ત્રી અને ૭૯૮૮ પુરુષ સહિત કુલ ૧૪૯૮૬ મતદારો નોંધાયેલા છે. ધંધુકા તાલુકામાં ૬૪૩૮ સ્ત્રી અને ૬૮૨૪ મતદારો સહિત કુલ ૧૩૨૬૨ મતદારો નોંધાયેલા છે. વિરમગામ તાલુકામાં ૪૯૯૨ સ્ત્રી અને ૪૬૮૯ પુરુષ સહિત કુલ ૯૬૮૧ મતદારો નોંધાયેલા છે. માંડલ તાલુકામાં ૩૯૨૩ સ્ત્રી અને ૩૯૭૪ પુરુષ સહિત કુલ ૭૮૯૭ મતદારો નોંધાયેલા છે. ધોળકા તાલુકામાં ૫૭૦૫ સ્ત્રી અને ૬૧૭૪ પુરુષ સહિત કુલ ૧૧૮૭૯ મતદારો નોંધાયેલા છે. દેત્રોજ – રામપુરા તાલુકામાં ૯૦૧૯ સ્ત્રી અને ૯૪૩૨ પુરુષ સહિત કુલ ૧૮૪૫૧ મતદારો નોંધાયેલા છે. સાણંદ તાલુકામાં ૭૪૬૩ સ્ત્રી અને ૭૫૪૯ પુરુષ સહિત કુલ ૧૫૦૧૨ મતદારો નોંધાયેલા છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૫૫,૮૦૭ સ્ત્રી અને ૫૭,૯૫૪ પુરુષ સહિત કુલ ૧,૧૩,૭૬૧ મતદારો નોંધાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button