સરકારી નોકરીની ઉત્તમ તક: GPSC દ્વારા 279 જગ્યાઓ પર ભરતીની જાહેરાત- જાણો વિગતો

અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા 279 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૧૧૧/૨૦૨૫-૨૬ થી જા.ક્ર. ૧૩૩/૨૦૨૫-૨૬ તારીખ-૩૧/૦૧/૨૦૨૬ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તારીખ-૧૬/૦૨/૨૦૨૬ (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની આસીસ્ટન્ટ ડાયરેક્ટર, વર્ગ-૧ની 3 જગ્યાઓ, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-રની 3 જગ્યાઓ, નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રીકલ), વર્ગ-૨ની 3 જગ્યાઓ, મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ની ८ જગ્યાઓ, મદદનીશ ઈજનેર(ઈલેક્ટ્રીકલ), વર્ગ-૨ની 1 જગ્યાઓ અને વહીવટી અધિકારી, વર્ગ-૨ની 5 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
તે ઉપરાંત નવરચિત મહાનગરપાલિકા હસ્તકની અનેક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નવરચિત 9 મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-૧ની 9 જગ્યાઓ, નવરચિત ૦૮ મહાનગરપાલિકા હસ્તક અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-૧ની 8 જગ્યાઓ, નવરચિત ૦૭ મહાનગરપાલિકા હસ્તક ટાઉન પ્લાનર, વર્ગ-૧ની 7 જગ્યાઓ, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તક તબીબી અધિકારી, વર્ગ-૨ની 17 જગ્યાઓ પર, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ની 49 જગ્યાઓ, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તક મદદનીશ ઈજનેર (વિદ્યુત). વર્ગ-૨ની 19 જગ્યાઓ, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તક મદદનીશ ઈજનેર (યાંત્રિક),વર્ગ-૨ની 19 જગ્યાઓ,
નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તકની નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ની 26 જગ્યાઓ, નવરચિત ૦૮ મહાનગરપાલિકા હસ્તક નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત). વર્ગ-૨ની 09 જગ્યાઓ પર, નવરચિત ૦૮ મહાનગરપાલિકા નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ની 09 જગ્યાઓ પર, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તકની સેનીટેશન ઓફિસર, વર્ગ-૨ની 11 જગ્યાઓ, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તકની પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ની 09 જગ્યાઓ, નવરચિત ૦૯ મહાનગરપાલિકા હસ્તક જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨ની 10 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
તે ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નાયબ મેનેજર (વહીવટ). વર્ગ-૨ની એક જગ્યા અને વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ની એક જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય ગુજરાત હાઉસીંગ બોર્ડ હસ્તક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ની 51 જગ્યાઓ અને ગ્રંથપાલ, વર્ગ-૧મી 1 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે.



