AMCમાં સરકારી નોકરીની સુવર્ણ તક! એસ્ટેટ/TDO વિભાગમાં કુલ 78 જગ્યાઓ માટે ભરતી જાહેર

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (T.D.O.) ખાતામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. મહાનગર સેવા સદન દ્વારા કુલ 78 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખ ૦૩/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં તેમની અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી સબમિટ કરવાની રહેશે.
આ ભરતીમાં ત્રણ મુખ્ય જગ્યાઓનો સમાવેશ થાય છે. જાહેરખબર ક્રમાંક ૧૪/૨૦૨૫-૨૯ અંતર્ગત આસી. એસ્ટેટ ઓફિસર/આસી. ટી.ડી.ઓ.ની કુલ 7 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત, જાહેરખબર ક્રમાંક ૧૫/૨૦૨૫-૨૯ મુજબ ઇન્સ્પેકટરની 23 જગ્યાઓ માટે અને જાહેરખબર ક્રમાંક ૧૬/૨૦૨૫-૨૬ હેઠળ સહાયક સબ ઈન્સ્પેક્ટરની સૌથી વધુ 48 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ કુલ 78 જગ્યાઓની ભરતીથી AMCના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગને વધુ માનવબળ મળી રહેશે.
ઉમેદવારોને વિનંતી છે કે તેઓ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ વિગતવાર માહિતી, જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ‘Recruitment & Results’ લિંક પરથી મેળવી લે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોને વહેલી તકે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સલાહ આપવામાં આવે છે.
આપણ વાંચો: કેન્દ્રની મંજૂરી વિના AMCનો ખાતર બનાવતો પ્લાન્ટ ધૂળ ખાય છે, દર મહિને ₹૧૧ લાખનો ખોટનો ધંધો!



