અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી 1.29 કરોડની Gold ની દાણચોરી ઝડપાઈ…

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની( Gold) દાણચોરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં અધિકારીઓએ મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે. ત્યારે હવે ફરી એકવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઇન્ટેલિજન્સ યુનિટે થાઈલેન્ડથી આવતા 2 મુસાફરોને ઝડપી પાડ્યા છે. આ બંને મુસાફરો પાસેથી 1 કિલો 450 ગ્રામ સોનું જપ્ત કરાયુ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કુલ 1.29 કરોડ થાય છે.

Also read : અમદાવાદની હૉસ્પિટલોમાં આ 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા થશે બંધ, જાણો વિગત…

સોનામાં ખાસ પ્રકારના રસાયણો ભેળવ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટના સભ્યોને તપાસમાં જણાયું હતું કે થાઈલેન્ડથી આવેલા બે મુસાફરોએ તેમના જીન્સના કમરબંધમાં સીવેલા પ્લાસ્ટિકના પટ્ટાઓમાં સોનું છુપાવ્યું હતું. આરોપીએ સોનાની પરખ ન થાય તે માટે સોનામાં ખાસ પ્રકારના રસાયણો ભેળવ્યા હતા. જોકે, કસ્ટમ વિભાગે તપાસ કરતાં સોનું હોવાનું પુરવાર થયું હતું.

Also read : અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારી પાસેથી 2.40 કરોડની નિષ્ફળ લૂંટનો પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ…

સોનાને જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી

કસ્ટમ વિભાગને તપાસ કરતાં એક મુસાફર પાસેથી 725.71 ગ્રામ અને બીજા મુસાફર પાસેથી 724.72 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનાને જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ દ્વારા બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધુ માહિતી માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button