ગુંદી તાલુકો અલગ બનાવવાની ધારાસભ્યની માંગ સામે 25 ગામના લોકોએ ગોધરા ક્લેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો…
અમદાવાદઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવ-થરાદ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યમાં નવા જિલ્લા અને તાલુકાની માંગ જોર પકડી રહી છે. તાજેતરમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામને નવો જિલ્લો બનાવવાની માગ કરી હતી. તેમની સાથે વધુ એક ધારાસભ્ય કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
જો કે ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં 25થી વધુ ગામના લોકોએ ગોધરા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. જિલ્લા કલેકટર કચેરીએ પણ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : મહેસાણાના યુવકે જલદી માલામાલ થવાની લાલચમાં 80 લાખ ગુમાવ્યાં…
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પોતાની મનમાની કરી અલગ તાલુકો બનાવવા માટેની માંગ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક ગ્રામજનો આગેવાનોને કોઈપણ જાણ આ બાબતે કરવામાં નથી આવી જેને લઈને સ્થાનિક લોકોએ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગુંદી તાલુકો બને તે અમને સહેજ પણ પોસાય તેમ નથી સરકાર આવી દરખાસ્તને નામંજૂર કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પોતાનું રાજકીય અસ્તિત્વ કાયમ માટે ટકી રહે તે માટે પોતાનું ગામ ગુંદી તેને તાલુકો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.