અમદાવાદ

અધિકારીઓના હપ્તારાજથી કંટાળી ક્વોરી એસોસિયેશને પથ્થરની સપ્લાય બંધ કરવાની આપી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ક્વોરી લીઝ એસોસિયેશને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને હડતાળ પર જવાની ચીમકી આપી હતી.

અહીંના એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓની કથિત લાંચ-રૂશ્વતથી કંટળી ગયા છે, અધિકારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જો આ સ્થિતિમાં ફેરફાર કરવામાં નહીં આવે તો પથ્થરનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, તેમ પણ અસોસિયેશને જણા્વયું હતું.

આપણ વાચો: ફરિયાદીની મદદ કરવા માટે પોલીસે માંગી 20,000ની લાંચ: ACBએ રંગે હાથ ઝડપ્યો…

અસોસિયેશનના જણાવ્યા અનુસાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દરેક ગાડી માટે રૂ. 1500 વસૂલવામાં આવે છે અને મહિને તેઓ લગભગ દોઢેક લાખ જેટલી રકમ લાંચપેટે આપે છે. જો તેમની માગણીઓનો વિરોધ કરવામાં આવે તો વાહનોને ડિટેન કરી દંડ ફટકારવામાં આવે છે અને અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે.

એસોસિયેશને મુખ્ય પ્રધાનને પણ આ મામલે પત્ર લખ્યો છે અને અધિકારીઓની આ પ્રકારે કનડગત બંધ નહીં થાય તો સરકારી પ્રોજેક્ટમાં માલ સપ્લાય કરવાનું બંધ કરી દેવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. આ સાથે અસોસિયેશને બંધ પડેલી લીઝને વહેલી તકે શરૂ કરવાની માગણી પણ કરી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button