ગીર સોમનાથમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન દરગાહમાંથી હથિયારો મળ્યા

અમદાવાદઃ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ખૂબ જ સતર્ક થઈ ગયેલી પોલીસ ઠેર ઠેર કોમ્બિંગ ઑપરેશન હાથ ધરી રહી છે. આ દરમિયાન ગુજરાત પોલીસને એક દરગાહમાંથી હથિયારો મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મૂળ દ્વારકા બંદર વિસ્તારના, ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠાના રહેઠાણોમાં કોમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં વિવિધ એજન્સીઓના 120 જેટલા કર્મીઓ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ જોડાયો હતો.
આપણ વાચો: ઑપરેશન ઑલ આઉટ 207 સ્થળે કોમ્બિંગ ઑપરેશન: 12 ફરાર આરોપીની ધરપકડ
જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠે લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. કોમ્બિંગ દરમિયાન એસઓજીની ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા બહાર આવ્યું હતું. આ હથિયારો મળતા દરગાહના મુંજાવરની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



