અમદાવાદ

બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર ગેનીબેનની પ્રતિક્રિયા; નિર્ણયને ગણાવ્યો એકતરફી…

અમદાવાદ: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું (Banaskantha district) વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો (vav-tharad district) બનાવવાની જાહેરાત કરી છે. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો હોય વહીવટી સરળતા માટે આ જિલ્લાનું વિભાજન કરવાની માંગ પર સરકારે આ નિર્ણય લીધો છે, જો કે સરકારના આ નિર્ણય પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben thakor) પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 9 નગરપાલિકા બનશે ‘મહાનગરપાલિકા’: જાણો શું થશે ફાયદો?

વિભાજનનો નિર્ણય એકતરફી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સરકારના નિર્ણયને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે અને તેમણે સરકારના આ વિભાજનના નિર્ણયને એકતરફી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ગ્રામ પંચાયતનું પણ વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ, તો તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહ્યા હોત.

થોડો ઘણો થશે ફાયદો: ગેનીબેન

જો કે પોતાની પ્રતિક્રિયામાં અંતે ગેનીબેન ઠાકોરે પણ જિલ્લાના વિભાજનના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે હું માનું છુ કે ખૂબ મોટા જિલ્લાનું વિભાજન થયું છે. તેનાથી થોડો ઘણો લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને રાજકીય પક્ષોમાં ક્યાંક રાજી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે. ભાજપના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જ્યારે કોંગ્રેસના નેતાઓએ ધાનેરાને બનાસકાંઠામાં જ રહેવા દેવાની માંગ કરી છે.

આ પણ વાંચો : નવા વર્ષે ગુજરાત સરકારે અધિકારીઓને આપ્યા ખુશ ખબર, આ IAS અધિકારીઓને પ્રમોશન

જાતિવાદી સમીકરણોમાંનું થશે પરિવર્તન

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને રાજકીય દ્રષ્ટિએ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી જાતિવાદી સમીકરણોમાં પરિવર્તન આવશે તેવું રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે. નવા જીલ્લામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની સહુથી મોટી બહુમતી જોવા મળશે છે. આ સીમાંકન બાદ ચૌધરી લોકોની બહુમતી બનાસકાંઠા જિલ્લામાં વધશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button