અમદાવાદમાં કેટલા ગરબા આયોજકોને પોલીસે આપી મંજૂરી? જાણીને ચોંકી જશો

અમદાવાદઃ નવરાત્રિને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં ગરબા માટે 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે હજુ સુધી એક પણ આયોજકોને મંજૂરી આપી નથી.
ક્યારે આપવામાં આવશે મંજૂરી
સૂત્રોના કહેવા પ્રમાણે પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરુ મુલાકાત કરશે. આયોજકો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેમજ ગરબા અને પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી છે કે નહીં તેવા તમામ નિયમોના પાલન બાદ મંજૂરી આપવામાં આવશે.
આપણ વાંચો: નવરાત્રિને કારણે આ રોડ પર રાત્રે વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સ્વયંસેવકોની મદદ લેવી પડશે
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, ગરબા આયોજકે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. ગરબા ગ્રાઉન્ડની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે સ્વયંસેવકોની મદદ લેવી પડશે. પોલીસ પણ ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
ગરબા ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા સ્ટેજ માટે પીડબલ્યુડીમાંથી મંજૂરી સેવા પડશે. તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ આયોજકોને ગરબાની મંજૂરી અપાશે.
આપણ વાંચો: સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે, પોલીસ નવરાત્રિમાં સતત પેટ્રોલિંગ કરશે. નવરાત્રિ સમયે શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે. લોકો કાયદામાં રહીને નવરાત્રિ ઉજવે તેવી અપીલ કરવામાં આવી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.
એસ જી હાઈવે પર ત્રણ કલબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉમટે છે. અકસ્માતની ઘટના ટાળવા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.