કોબા-ગાંધીનગર અને એસજી હાઈ વેને જોડતો નવો 80 મીટરનો લિંક રોડ બનશે…

અમદાવાદઃ રાજયની રાજધાની ગાંધીનગરના દક્ષિણ દિશા તરફના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે, મ્યુનિસિપલ કમિશનરે ભાઈજીપુરાથી અડાલજને જોડતો 80-મીટર રોડ વિકસાવવાની જાહેરાત કરી છે. આ નવો માળખાગત પ્રોજેક્ટ શહેરના બે મુખ્ય મુખ્ય માર્ગો એસજી હાઇવે અને કોબા થઈને પરંપરાગત અમદાવાદ-ગાંધીનગર માર્ગ વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી સાબિત થશે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત 8 કિલોમીટર લાંબો રસ્તો અડાલજ ખાતેના એસજી હાઇવેથી ભાઈજીપુરા ક્રોસિંગ સુધી સીધો કોરિડોર બની રહેશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી સુધી કનેક્ટિવિટી વધશે.હાલમાં, એસજી હાઇવેથી ગિફ્ટ સિટી તરફ જતા મુસાફરો ઘણીવાર કુડાસણ અને આગળ શાહપુર પુલ તરફના રૂટ પર આધાર રાખે છે.
આ પણ વાંચો…વરસાદ જ નહીં, હવે પૂરની પણ મળશે આગાહી: IIT ગાંધીનગરના ARC સેન્ટરની કમાલ
આ નવો પ્રસ્તાવિત 80-મીટર પહોળો રસ્તો – લગભગ છ થી આઠ લેનનો રહશે, જે એસજી હાઇવે અને ગિફ્ટ સિટિ વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટાડશે.મ્યુનિસિપલ કમિશનર બજેટ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ ચૂક્યું છે. વહીવટી સ્તરે તમામ પ્રારંભિક તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની અપેક્ષા છે.



