અમદાવાદ
યાત્રી કૃપયા ધ્યાન દે, હવેથી કલોલ સ્ટેશન ખાતે ઉભી રહેશે આ ટ્રેન, જુઓ લિસ્ટ

અમદાવાદઃ રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની બહુપ્રતીક્ષિત માંગને ધ્યાનમાં રાખતાં વલસાડ-વડનગર એક્સપ્રેસ, જોધપુર-કેએસઆર બેગલુરૂ એક્સપ્રેસ, મુજફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ અને દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનોનો કલોલ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણ પર વધારાનો સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય નીચે મુજબ રહેશે :
- ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર એક્સ્પ્રેસ 16 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 11.37 કલાકે આગમન અને 11.39 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 18.15 કલાકે આગમન અને 18.17 કલાકે પ્રસ્થાન કરશે. - ટ્રેન નંબર 12215/12216 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12215 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 22.41 કલાકે આગમન અને 22.43 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 20.11 કલાકે આગમન અને 20.13 કલાકે પ્રસ્થાન કરશે. - ટ્રેન નંબર 16507/16508 જોધપુર-કેએસઆર બેંગલુરૂ દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ
ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેગલુરૂ એક્સપ્રેસ 18 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 12.55 કલાકે આગમન અને 12.57 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 16508 કેએસઆર બેંગલુરૂ-જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 06.19 કલાકે આગમન અને 06.21 કલાકે પ્રસ્થાન કરશે. - ટ્રેન નંબર 15269/15270 મુજફ્ફરપુર-સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ
ટ્રેન નંબર 15269 મુજફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 05.53 કલાકે આગમન અને 05.55 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2025 થી કલોલ સ્ટેશન પર 18.28 કલાકે આગમન અને 18.30 કલાકે પ્રસ્થાન કરશે.
આ પણ વાંચો…નવા વર્ષ માટે પશ્ચિમ રેલવેની ભેટ: સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત



