‘પોર્ન જોવા અને એવા સંબંધ બાંધવા દબાણ’: અમદાવાદમાં પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિ તેની પત્નીને પોર્ન જોવા અને એવા સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પતિની હરકતથી તંગ આવીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાસરિયાએ દહેજ પેટે રૂપિયા બે કરોડ લીધા હોવા છતાં ત્રાસ ગુજારતા હતા.
શું છે મામલો
સરખેજ વિસ્તારમાં રહેતી એક યુવતીનાં લગ્ન ગ્વાલિયર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. ગ્વાલિયરમાં યુવકનો પેટ્રોલ પંપ અને સ્ટોન ક્રશરની ફેક્ટરી હતી. છતાં પરિણીતાના પરિવારજનો પાસેથી 2.10 કરોડ રૂપિયા દહેજ પેટે લીધા હતા. લગ્ન પહેલાં જ પતિ શારિરીક સંબંધ બાંધવા માટે વારંવાર માંગણી કરતો તેમજ તેઓ એકલા મળતા ત્યારે પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો.
પરિણીતા પૂછતાં ઘરની બહાર કાઢી મૂકી
પતિના વર્તનમાં સમય જતાં ગંભીર ગેરવર્તણૂક સામે આવી હતી. પતિના અનેક યુવતીઓ સાથેની અશ્લીલ ચેટ અને ન્યૂડ વીડિયો પેનડ્રાઈવ તથા સ્નેપચેટમાં મળ્યા હતા. આ અંગે જવાબ માગતાં પતિ ઉગ્ર સ્વભાવ બતાવી પ્રિયંકાને પોર્ન વીડિયો જોવાનું દબાણ કરતો અને અયોગ્ય માંગણીઓ સંતોષવા બળજબરી કરતો હતો. આ બાબતે ના પાડતાં ઢોર માર મારીને પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
માતા-પિતાને જાણ ન કરી શકે તે માટે મોબાઈલ પણ લીધો
પતિ રાહુલ નશામાં પૂત થઈને માર મારતો ત્યારે પોતાને -બચાવવા માટે પરણિતા સાસુ અને નણંદને વિંનંતી કરતી તો બચાવવાના બદલે સાસુ અને -નણંદ પરિણીતાને માર મારતા હતા. તેમજ માતા-પિતાને જાણ ન કરી શકે તે માટે મોબાઈલ પણ લઈ લેતા હતા. સાસુ યે સબ નોર્મલ હે તેમ જણાવી પરણિતાને હેરાન કરતા સાસુ સહિત અન્ય સાસરિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.



