અમદાવાદ

ગુજરાતમાં પ્રથમ વખત માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC એ ભરતી બહાર પાડી

જીપીએસસીએ 102 જગ્યા પર ભરતી બહાર પડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં જીપીએસસી દ્વારા 102 ભરતી બહાર પાડવામાં આવી હતી. નાયબ સેક્શન અધિકારી (સચિવાલય) વર્ગ – 3ની 92, નાયબ સેક્શન અધિકારી (ગુજરાત વિધાનસભા) વર્ગ – 3-ની 1 તથા નાયબ સેક્શન અધિકારી (ગુજરાત જાહેર સેવા આયોગ)ની – 9 જગ્યા મળી કુલ 102 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. અરજી કરવા માંગતા ઉમેદવારો 09-07-2025 સુધી રાત્રે 11.59 કલાક સુધી અરજી કરી શકશે. આ જગ્યાની પ્રાથમિક કસોટી 07-09-2025ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ ફેબ્રુઆરી 2026માં યોજાશે.

આપણ વાંચો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 62 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. જોકે બિન અનામત (સામાન્ય મહિલા ઉમેદવારો, ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પુરુષ તથા મહિલા ઉમેદવારોને વય છૂટછાટ મળશે.

આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે મોટર વાહન નિરીક્ષક-વર્ગ 2ની 11 જગ્યા ભરવામાં આવશે. મગજનો લકવો સહિત હલનચલની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, એસિડ એટેકનો ભોગ બનેલા તથા નબળા સ્નાયુઓ ધરાવતાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button