અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં એ દર્દીના મોત બાદ ખડો થયેલ સમગ્ર વિવાદને લઈને ભારે ચર્ચા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પાંચ આરોપીઓમાં હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ મુખ્ય ડોક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં શું થઈ કાર્યવાહી?
બે આરોપીની ઉદયપુરથી ધરપકડ
આરોપી ચિરાગની ખેડામાંથી જ્યારે અન્ય બે આરોપીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી ચએ. પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. દરેક આરોપી પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા. ત્યારે માહિતી મળી રહી હતી કે ચિરાગની ખેડામાંથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી
બે આરોપી પોલીસની પકડથી દૂર
આ કેસના આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વળી તેમણે આગોતરા જામીન અરજી કરી દીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
ડો.વજીરાણીને સાબરમતી જેલમાં
ખ્યાતિકાંડ કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડો.પ્રશાંત વજીરાણીના અત્યાર સુધીમાં કુલ 11 દિવસના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ડો.વજીરાણીને સાબરમતી જેલમાં એટલે કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચ તરફથી વધુ રિમાન્ડ નહી માંગતા કોર્ટે આરોપી ડોકટરને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.