Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં આત્યા સુધી કોઈ જાનહાનિ થઈ નથી. લોકોને બહાર કઢાયા હતા.
આ પણ વાંચો: Gujaratમાં 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી
ધુમાડો બીજા માળના ફ્લોર સુધી ફેલાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે શનિવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે થલતેજ ચાર રસ્તા પાસે આવેલા મોલમાં બીજા માળે આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો બીજા માળના ફ્લોર સુધી ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર પર ‘અનરાધાર’ મેઘમહેર : દ્વારકામાં આભ ફાટ્યું 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ..!
શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન
મોલમાં આવેલા થિયેટર અને ઓફિસોમાં રહેલાં લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગના પગલે ધુમાડો ફેલાઈ જતા તેને દૂર કરવાની અને કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ બહાર આવ્યુ છે.