બોટાદ 'કળદા પ્રથા' સંઘર્ષ: AAPના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે FIR નોંધાઈ | મુંબઈ સમાચાર
અમદાવાદ

બોટાદ ‘કળદા પ્રથા’ સંઘર્ષ: AAPના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે FIR નોંધાઈ

બોટાદ: ‘કળદા પ્રથા’ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતાઓ અને પોલીસ દ્વારા જ શાંતિનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે પોલસી ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલો છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આરોપ કર્યો હતો કે હજુ સુધી કોઈને પણ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી.

હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે. આ સંઘર્ષ મુદ્દે બોટાદ જિલ્લા પોલીસ વડાએ વાત કરતાં કહ્યું હતું કે લગભગ ત્રણ પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી અમે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ.જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.

આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે આ સમગ્ર બનાવ મામલે ભાજપ અને પોલીસ પણ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન આપના નેતાઓની ધરપકડ મુદ્દે પૂછવામાં આવેલા જવાબમાં તેમણે જણાવ્યું હતું કે શું ખેડૂતોના પ્રશ્ન ઉઠાવવો એ શું ગુનો છે? તેમણે આરોપ કર્યો હતો કે 250 જેટલા યુવાનો, બહેનોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને પાણી સુદ્ધાં આપવામાં નથી આવ્યું.

આ પણ વાંચો…અંગ્રેજો કરતાં પણ બર્બરતા…. શાંત સભામાં ભાજપના નેતાઓએ પથ્થરબાજી કરી: આપનો આરોપ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button