અમદાવાદમાં ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ યોજાશે

અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), જેની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઈ હતી, તે ૩૫ વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે “ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે — જે ગુજરાતના એડવર્ટાઈઝિંગ અને મીડિયા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્જનાત્મક સમારોહ બનશે.
આ ઉત્સવમાં પાંચ વિશિષ્ટ ઇવેન્ટ્સનો સમાવેશ થશે. ક્રિએટિવ સ્પાર્ક – યુનિવર્સિટી સ્ટુડન્ટસ માટે ક્રિએટિવ કોમ્પિટિશન, સાહિત્ય અને સંચારનું કલા-સંગમ, લેજન્ડ ટોક શો – રાષ્ટ્રીય સ્તરના એડવર્ટાઈઝીંગ નિષ્ણાતો સાથેની ઇન્ટરેક્ટિવ ચર્ચા, AACA મીડિયા એવોર્ડસ ૨૦૨૬ જેમાં પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન/સિનેમા, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતાનો સન્માન સમારોહ અને નૅશનલ કૉફી ટેબલ બુક – ગુજરાતની સર્જનાત્મક સિદ્ધિઓનું ડૉક્યુમેન્ટેશન થશે.
ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે થશે. ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ ગુજરાત એડવર્ટાઈઝીંગ – મિડીયાની સર્જનાત્મકતા અને ઉત્તમતા માટે સૌથી ભવ્ય સેલિબ્રેશન બનશે.



