અમદાવાદસુરેન્દ્રનગર
પાટડીમાં ખેડૂતોને હાશકારો! ત્રણ મહિનામાં પ્રશ્નને ઉકેલવા મુખ્ય પ્રધાનની ખાતરી

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વિસ્તારના રેવન્યુ સર્વે નંબર 192 અને 193ની નોંધનો પ્રશ્ન આગામી ત્રણ મહિનામાં ઉકેલવાની મુખ્યપ્રધાને ખાતરી આપતા આંદોલન કરી રહેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું કે, તેમણે જુલાઈ માસમાં મુખ્યપ્રધાનને રૂબરૂ મળીને આ મુદ્દે રજૂઆત કરી હતી. સાત ગામોના કુલ 2700 જેટલા રેવન્યુ સર્વે નંબરો છે. છેલ્લા ચાર વર્ષથી આ નોંધને કારણે વેચાણ-વ્યવહાર બંધ થઈ ગયા હતા. પાટડી નગરપાલિકા વિસ્તારની રહેણાંક મકાનોમાં સત્તા પ્રકાર કે-1 અને કે-2 તેમજ હિંમતપુરા અને નારણપુરાના રહેણાંક મકાનોને કાયમી હક્ક આપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
આ પણ વાંચો…અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું