અમદાવાદ

ગુજરાત મૉડલની હકીકતઃ 4 વર્ષમાં 14 કરોડ લોકોએ લીધો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

અમદાવાદઃ ગુજરાત મૉડલની હકીકત સામે આવી છે. રાજ્યસભામાં સરકારે કરેલી કબૂલાત પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 14 કરોડ લોકોએ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ લીધો છે. એટલે કે દર વર્ષે 3 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. ગુજરાતની વસ્તી અંદાજે 6.50 કરોડ હોવાનો અંદાજ છે, જે હિસાબે આશરે 50 ટકા જેટલા ગુજરાતીઓએ ગરીબો માટે ચલાવતી આ યોજનાનો લાભ લીધો હતો.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કીમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો રાજ્યમાં 4 વર્ષમાં 14 કરોડ લોકોએ લાભ લીધો છે. નાણાકીય વર્ષ 2021-22થી ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 1329 કરોડ સબસિડી પેટે ચુકવ્યા છે.

આ પણ વાંચો: Surat માં 13 મહિનામાં 11,39,158 વાહન ચાલકોને ચલણ દ્વારા કાર્યવાહી…

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 2021-22માં PMGKAYનો3.45 કરોડ લોકોએ લાભ લીધો હતો. 2022-23માં 3.44 કરોડ, 2023-24માં 3.52 કરોડ અને 2024-25માં 28 ફેબ્રુઆરી, 2025 સુધીના આંકડા પ્રમાણે 3.68 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button