અમદાવાદ

ગુજરાતમાં પાકિસ્તાન સરહદે એરફોર્સની ક્વાયતથી ઉત્તેજના, ક્યારે છે ક્વાયત ?

અમદાવાદઃ ગુજરાતમાં પાકિસ્તાન સરદહે એરફોર્સની કવાયત યોજાશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર 20 અને 21 જાન્યુઆરી, 2026ના રોજ કવાય યોજાશે. આ માટે NOTAM (નોટિસ ટુ એરમેન) જાહેર કરવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, નિર્ધારિત હવાઈ ક્ષેત્રને લશ્કરી કામગીરી માટે 20 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 2.30 થી 21 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધી ટેમ્પરરી બંધ રાખવામાં આવશે. આ પ્રતિબંધિત ઝોન ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને અરબી સમુદ્ર નજીક કચ્છના દરિયાકાંઠા સુધી લંબાયેલો છે. આ તારીખો પહેલા 6 અને 7 જાન્યુઆરીના રોજ પણ NOTAM લાગુ કરવામાં આવશે.

કવાયત દરમિયાન હવાઈ ક્ષેત્રના સંભવિત નિયંત્રણો અંગે સિવિલ એવિએશન ઓપરેટરોને એલર્ટ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા અને કામગીરીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે કોમર્શિયલ ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવી શકે છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કવાયત ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશનલ સજ્જતા જાળવી રાખવા માટે હાથ ધરવામાં આવતી નિયમિત તૈયારીઓ અને તાલીમ પ્રવૃત્તિઓનો એક ભાગ છે. આવી કવાયત નિયમિત અંતરે કરવામાં આવે છે અને તે કોઈ તાત્કાલિક ગંભીર સ્થિતિનો સંકેત આપતી નથી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button