1500 કરોડના જમીન કૌભાંડમાં કયા જિલ્લાના કલેકટરની થઈ ધરપકડ ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતથી ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી હતી. જે બાદ પૂર્વ કલેકટરની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કલેકટરે અત્યાર સુધી કઈ જમીનને લઈ શું કૌભાંડ કરાયું છે તેને લઈ તપાસ કરવામાં આવશે. રિમાન્ડની માંગ સાથે તેમને કોર્ટમાં રજૂ કરાશે.
1500 કરોડના જમીન બિનખેતીકરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે અને ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો.



