અમદાવાદ

રેલવે મુસાફરો ધ્યાન આપે! સાણંદ-સાબરમતી વચ્ચે કામગીરીને કારણે વંદે ભારત સહિત અનેક ટ્રેનોના રૂટ બદલાયા

અમદાવાદ: જો તમે પણ આજે અને કાલે અમદાવાદથી રાજકોટ કે સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ્વે મુસાફરીનો વિચાર કરી રહ્યા છો, તો તમારી માટે આ સમાચાર મહત્વના બની રહેવાના છે. કારણ કે અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની અનેક ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે.

અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા ચાંદલોડિયા, આંબલી રોડ, ગોરાઘુમા અને સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે રેલવે તંત્ર દ્વારા ૨૭ અને ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નોન-ઈન્ટરલોકિંગ બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક ટ્રેનોના શિડ્યુલ પર સીધી અસર પડશે, જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત, કેટલીક ટ્રેનોને આંશિક રીતે પણ રદ કરવામાં આવી છે. ગાંધીનગર કેપિટલ–વેરાવળ ટ્રેન (નંબર ૧૯૧૧૯) ૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ ગાંધીનગરથી સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે, એટલે કે આ ટ્રેન માત્ર સુરેન્દ્રનગરથી વેરાવળ વચ્ચે દોડશે. તેવી જ રીતે વેરાવળ–ગાંધીનગર કેપિટલ ટ્રેન (નંબર ૧૯૧૨૦) ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર અને ગાંધીનગર વચ્ચે રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button