અમદાવાદટોપ ન્યૂઝ

નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ

પાસપોર્ટ અને સરકારી નોકરી મેળવવામાં થશે મુશ્કેલી

અમદાવાદઃ શહેરમાં અકસ્માતની વધેલી સંખ્યાને લઈ પોલીસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ નશામાં વાહન ચલાવતા ઝડપાશે તો તેનો ફોટો અને નામ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. જેના કારણે આગમી દિવોસમાં નશામાં વાહન ચલાવવું શરમજનક સાબિત થઈ શકે છે. ઉપરાંત આવા લોકોને પાસપોર્ટ મેળવવામાં તથા સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત કોઈ સગીર વાહન અકસ્માત કરશે તો તેના વાલી સામે કાર્યવાહી કરવામાં આવશે.

આવા લોકોને પડશે અનેક મુશ્કેલીઓ

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, નશામાં વાહન ચલાવતા ચાલકોની જિંદગી મુશ્કેલ બની જશે. આરોપી ડ્રાયવરનો ફોટો અને નામ પોલીસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. જેના કારણે તેમને ભવિષ્યમાં મોટી મુશ્કેલી થઈ શકે છે. તેમને પાસપોર્ટ અને સરકારી નોકરી મેળવવામાં પરેશાની થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ આ રેકોર્ડ મેળવી શકશે. ઉપરાંત ભરતી મેળો યોજતી કંપની, સંસ્થાઓ સાથે પણ ડેટા શેર કરવામાં આવશે.

સગીર અકસ્માત કરશે તો વાલી સામે થશે કાર્યવાહી

આ ઉપરાંત સગીરને વાહન ચલાવવા આપતા માતા-પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતી વખતે ગંભીર અકસ્માત સર્જે તો તેના વાલી સામે દંડનીય કાર્યવાહી કરવાની ચર્ચા ચાલી રહી છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવના ખતરનાક કેસમાં વાહનનું રજિસ્ટ્રેશન પર પણ રદ્દ કરવા માટે આરટીઓ સાથે મીટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો:  Gujarat Weather: મોટાભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કવું રહેશે હવામાન…

અમદાવાદમાં બે દિવસમાં નશામાં વાહન ચલાવતા 137 ઝડપાયા

શહેરમાં નશામાં વાહન ચલાવવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે છેલ્લા થોડા દિવસોમાં અકસ્માતની સંખ્યા પણ વધી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં નશામાં વાહન ચલાવતા 137 લોકો ઝડપાયા હતા. પોલીસ સૂત્રોના કહેવા મુજબ, આ માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને આવા લોકોને સરળતાથી જામીન પણ નહીં મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button