ડીઆરઆઈની કાર્યવાહી: અમદાવાદમાં રૂ. 100 કરોડના ગોલ્ડ કેસના આરોપી મેઘ-મહેન્દ્ર શાહની સંપત્તિ જપ્ત થશે

અમદાવાદઃ થોડા મહિનાઓ પહલેા અમદાવાદના પાલડીમાં એક ફ્લેટમાંથી વિદેશી ગોલ્ડ બિસ્કિટ, વિદેશી ઘડિયાળ સહિત 100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈ દ્વારા હવે મેઘ શાહ અને મહેન્દ્ર શાહની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કૌભાંડના સૂત્રધાર બાપ-દીકરો બંને દુબઈમાં હોવાનું સામે આવ્યું હતું.
મહેન્દ્ર શાહની મોડસ ઓપરેન્ડી મુજબ તે, છેલ્લા પાચેક વર્ષથી અમદાવાદના કેટલાક લોકો પાસેથી બંધ કંપનીઓને ખરીદીને સેબીમાં કાયદાકીય આંટીઘૂંટીનો લાભ લઈને કંપની ચાલુ કરાવતો હતો.
આપણ વાંચો: મુંબઈમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી: પાંચ કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલાની કરી ધરપકડ
આ પછી કંપનીના શેરોના રાઈટ ઈશ્યુ અને પ્રેફરન્સ શેરોની મંજૂરી મેળવીને કૃત્રિમ ઉછાળો લાવીને રોકાણકારોને શેરો પધરાવી દેવામાં આવતા હતા. રાઈટ ઈશ્યુના શેરોમાં અમદાવાદના બે શેર બ્રોકરોની મદદથી શેરો ભરાવીને મસ્ત મોટુ કૌભાંડ આચરવામાં આવતું હતું.
ડીઆરઆઈની તપાસમાં ખુલાસો થયો હતો કે મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયો, જે શેરોમાં રોકાણ કરવાની ટીપ આપવા પર પ્રતિબંધ હોવા છતાં, પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક બનાવીને રોકાણકારોને છેતરતો હતો.
આપણ વાંચો: Ahmedabad માં એટીએસ અને ડીઆરઆઈના દરોડામાં બંધ ફ્લેટમાંથી મળ્યું 95. 5 કિલો સોનું અને રોકડ
તે દરરોજ અમુક ચોક્કસ શેરોને કૃત્રિમ રીતે ઊંચા ભાવે લઈ જતો હતો. એકવાર ભાવ વધે એટલે તે શેર સામાન્ય રોકાણકારોને વેચી દેતો હતો. આનાથી તેને મોટી કમાણી થતી હતી.
ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીમાંથી મળેલા પૈસા રોકડમાં લેવામાં આવતા હતા. આ માટે એક કૃષિ કંપની સાથે જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવામાં આવતી હતી.
તે આંગડિયા પેઢી દ્વારા પૈસા મંગાવતો અને પછી તેમાંથી સોનું ખરીદીને તેને આપતો હતો. ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે હવે આ સીએને પણ પૂછપરછ માટે સમન્સ મોકલીને બોલાવવામાં આવશે.