
અમદાવાદઃ થાઈલેન્ડથી અમદાવાદમાં આવતી ચાંદીની પાટો, બ્રાસની આયાત કરીને કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાનું 2500 કરોડથી વધારેનો કૌભાંડ ડી આર આઈના અધિકારીઓએ પકડી પાડ્યું હતું. તે ઉપરાંત ડીઆરઆઈના અધિકારીઓએ ગુજરાતમાં અમદાવાદ સુરત રાજકોટ તેમજ ગુજરાત બહાર મુંબઈ, દિલ્હી, બેંગલોર, ચેન્નાઈમાં 20 થી 25 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટા ગજાના બુલિયન ટ્રેડર્સના ત્યાં દરોડા પાડીને અંદાજે 25,00કરોડનો કૌભાંડ દિવાળી પહેલા પકડી પાડ્યું હતું.
હાલ ડી આર આઈના અધિકારીઓએ અમદાવાદના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે આયાત કરનાર બુલિયન ટ્રેડર્સના કંસાઇનમેન્ટ પકડી પાડીને નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. કેટલાક કિસ્સાઓમાં બુલિયન ટ્રેડર્સ ચાંદીની પાટો લેવા આવવા માટે પણ તૈયાર નથી તેમ છતાં ડી આર આઈ ના અધિકારીઓએ આયાતકારોને શોધી શોધીને નોટિસ ફટકારી છે ડી આર આઈના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકોટ મુંબઈ અને દિલ્હીના ચાર બુલિયન ટ્રેડર્સના નિવેદનો લેવામાં આવ્યા છે.
જેમાં દિવ્યા એક્સપોર્ટ શ્રી બાલાજી ઓર્નામેન્ટ ઈન્ટર ગોલ્ડ ઓથેન્ટિક મેટલ નો સમાવેશ થાય છે અને ડ્યુટીની સામે 20 કરોડની બેંક ગેરંટી લેવામાં આવી હતી અને અમદાવાદના એર કાર્ગો ખાતે 60 કરોડની આયાતી ચાંદી જે તે વખતે જપ્ત કરવામાં આવી હતી તેનો રિપોર્ટ ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ મોકલી દેવામાં આવ્યો હતો અને જો કેન્દ્ર સરકારની પોલીસીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે તો 35 ટકા કસ્ટમ ડ્યુટી અને ફાઈન પેનલ્ટી સાથે વસુલાત કરવામાં આવશે.
હજુ દેશના ઘણા બુલિયન ટ્રેડર્સના નિવેદનો લેવાના બાકી છે ટોચના સૂત્રોએ જણાવ્યું કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલો છે અને આ એગ્રીમેન્ટ પ્રમાણે થાઈલેન્ડ થી ચાંદી આયાત કરવામાં આવે તો આયાત કરતી વખતે મૂળ કિંમત ઉપર 35 ટકા વેલ્યુ એડ કરવાની હોય છે તેમ છતાં બુલિયનના વેપારીઓ વેલ્યુ એડ કર્યા વગર આયાત કરીને કસ્ટમ ડ્યુટી ની ચોરી પણ કરી રહ્યા છે અને 35 ટકા વેલ્યુ એડ કર્યા વગર આયાત કરે છે અને તગડો નફો કમાઈ રહ્યા છે.
જેની જાણ ડી આર આઈ ને થતા તપાસ શરૂ કરવામાં આવી છે જો 35 ટકા વેલ્યુ એડ કરવામાં આવે તો બુલિયનના વેપારીઓને માર્કેટમાં બહુ મોટો નફો કે ફાયદો થતો નથી જેના કારણે 35 ટકા વેલ્યુ એડ કર્યા વગર ચાંદીની આયાત કરવામાં આવી રહી છે એકવાર ચાંદી ભારતમાં આવી જાય પછી બુલીયનના વેપારીઓ લોકલ માર્કેટમાં આ ચાંદી આઈજીએસટી વસૂલ કરીને એટલે કે ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સાથે વેપારીઓને વેચાણ કરીને રૂપિયા પણ કમાઈ રહ્યા છે .
આ આઈજીએસટીની આવક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મળતી હોય છે પ્રાથમિક તપાસમાં 2500 કરોડનો કૌભાંડ બહાર આવ્યું છે અને તેની પાછળ માસ્ટર માઈન્ડ કસ્ટમ હાઉસ એજન્ટ નું નામ પણ બહાર આવ્યું છે હાલ તમામના નિવેદનો ચાલી રહ્યા છે અને નજીકના દિવસોમાં અમદાવાદ રાજકોટ અને સુરતના મોટા બુલીયનના વેપારીઓની ધરપકડ કરવામાં આવશે કેન્દ્ર સરકારની રાહતકારી યોજના નો બુલિયનના વેપારીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને અંદાજે એક વર્ષથી વધારે ના હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે સમગ્ર કેસની તપાસ નાજુક તબક્કામાં ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રોડક્ટ ભારતમાં બનતી નથી અને ભારતની આસપાસના પાડોશી દેશોમાં આ પ્રકારની પ્રોડક્ટ બનતી હોય અને તેને ભારતમાં આયાત કરવી હોય તેના માટે ભારત પડોશી દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે છે જેથી કરીને નજીવી કસ્ટમ ડ્યુટી વસૂલ કરીને આ પ્રકારની પ્રોડક્ટ ભારતમાં લાવી શકાય છે. તેવી જ રીતે ભારતમાં બનતી પ્રોડક્ટ પડોશી રાજ્યોમાં ઉપલબ્ધ ના હોય તેવી પ્રોડક્ટ ભારત નિકાસ કરે તો પડોશી દેશો નજીવી ડ્યુટી પોતાના દેશોમાં આયાત કરાવે છે.
જેનાથી ભારત અને ભારત સાથેના પડોશી દેશોને અને વેપારીઓને આર્થિક રીતે ફાયદો થતો હોય છે અને બંને તરફે ફાયદો થતો હોય તેના માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાયેલો હોય છે. થાઈલેન્ડથી ચાંદીની આયાત ભારતમાં કરવામાં આવે તેના માટે કરાયેલા એગ્રીમેન્ટનો બુલિયનના વેપારીઓએ દુરુપયોગ કર્યો છે જેથી હવે ડી આર આઈ બુલિયનના વેપારીઓ પાસેથી ₹35 ટકા વેલ્યુ એડ કેમ નથી કરી અને એગ્રીમેન્ટનો દુરુપયોગ કરવા બદલ કસ્ટમ ડ્યુટી ફાઈન અને પેનલ્ટી વસુલ કરશે.



