દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, પ્રશાસનના જીવ અદ્ધર...
Top Newsઅમદાવાદ

દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, પ્રશાસનના જીવ અદ્ધર…

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દોહા-હોંગકોંગ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. કતાર એરવેઝની ફ્લાઇટ હોવાનું સામે આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું, પરંતુ આ બનાવને કારણે એરપોર્ટ પ્રશાસનના જીવ અદ્ધર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનની ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

આ પહેલા ઓગસ્ટ 28, 2025ના રોજ સુરતથી દુબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પણ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર લગભગ 150થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમને વૈકલ્પિક વિમાન દ્વારા દુબઈ મોકલવામાં આવ્યા હતા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button