દિવાળીના 10 દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર-રાજસ્થાનની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની 'લાંબી લાઈન'! મુસાફરો હેરાન | મુંબઈ સમાચાર
અમદાવાદ

દિવાળીના 10 દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર-રાજસ્થાનની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ‘લાંબી લાઈન’! મુસાફરો હેરાન

અમદાવાદ: દિવાળીને આડે હવે માત્ર દસેક દિવસનો જ ગાળો છે ત્યારે રેલવેમાં બુકિંગ ફૂલ થઈ રહ્યું છે, જેના કારણે દિવાળી પર વતન જવા માંગતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ, દિલ્હી, જોધપુર, જેસલમેર સહિતના સ્થળોની ટ્રેનમાં લાંબી વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યા છે.

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોની જ વાત કરી તો સોમનાથ એક્સપ્રેસ (22957)માં 16 ઓકટોબર માટે સ્લીપરમાં 29નું વેઇટિંગ, થર્ડ એસીમાં 8 RAC, સેકન્ડ એસીમાં 3 RACની સ્થિતિ છે. સૌરાષ્ટ્ર જનતામાં (19217) સ્લીપરમાં 22 વેઇટિંગ, થર્ડ એસીમાં 8 વેઇટિંગ, સેકન્ડ એસીમાં 4 વેઇટિંગ તેમજ ફર્સ્ટ એસીમાં 1 વેઇટિંગની સ્થિતિ છે. જ્યારે ગાંધીનગર સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ચેર કારમાં 7 વેઇટિંગ બતાવી રહ્યા છે. જ્યારે જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં સ્લીપર ફૂલ થઈ ચૂક્યું છે. જ્યારે આગળની તારીખમાં વેઇટિંગનો આંકડો ખૂબ જ આગળ વધતો જતો જાય છે અને મોટાભાગની ટ્રેનમાં તો રીગ્રેટ જ બતાવી રહ્યા છે.

જ્યારે સૌરાષ્ટ્ર મેલ (22946)માં સ્લીપરમાં 13 વેઇટિંગ, થર્ડ એસી ઇકોનોમી કોચમાં 5 વેઇટિંગ, થર્ડ એસીમાં 5 વેઇટિંગ, સેકન્ડ એસીમાં 2 વેઇટિંગ, ફર્સ્ટ એસીમાં 1 વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસમાં સ્લીપરમાં 12 વેઇટિંગ, થર્ડ એસીમાં બુકિંગ ફૂલ, સેકન્ડ એસીમાં 5 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદથી જોધપુર જવા માટે પણ બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. 15 ઓકટોબરની સ્થિતિએ જ વાત કરીએ તો જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (20496)માં સ્લીપરમાં 16 વેઇટિંગ લિસ્ટ, થર્ડ એસી ઈકોનોમી કોચના 1 વેઇટિંગ, થર્ડ એસીમાં 12 વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ, દાદર-બિકાનેર એક્સપ્રેસ, રાણકપુર એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ, પૂણે-બિકાનેર એક્સપ્રેસમાં તો બુકિંગ જ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…સુરત બુલેટ ટ્રેનની સાઈટની ભારત અને જાપાનના પ્રધાને અચાનક લીધી મુલાકાત, જાણો શું કહ્યું?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button