અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સની ખરીદી નિરાશાજનક

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઓટોમોબાઈલ્સની ધૂમ ખરીદી થાય છે અને દેશ કરતા સરેરાશ વધારે થાય છે, પરંતુ ઈલેક્ટ્રોનિકસ વ્હીકલ્સ (ઈવી)માં ગુજરાત પાછળ હોવાનું જાણવા મળ્યું છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ડેટા અનુસાર, ગુજરાતના ઈવી બજારમાં, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર (પેસેન્જર વાહનો) અને કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે, તેમાં રાષ્ટ્રીય સ્તરે 88 ટકાનો વધારો નોંધાયો છે,
ગુજરાતના ઓટોમોબાઇલ રિટેલ બજારમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો મજબૂત વધારો થયો છે; તેનાથી વિપરીત, આ જ સમયગાળા માટે આખા દેશનો કુલ વધારો 2.14 ટકાનો સાધારણ રહ્યો.

આ પણ વાંચો : નવેમ્બરમાં EV વેચાણ ઘટ્યું: ટાટા મોટર્સ ‘માર્કેટ કિંગ’ અને મહિન્દ્રાનો દબદબો કાયમ, જુઓ આંકડા

પરંતુ ઈલેક્ટ્રિક વાહનોના કિસ્સામાં, ગુજરાતમાં નવેમ્બર 2025માં લગભગ 7,000 યુનિટનું વેચાણ થયું હતું, જે નવેમ્બર 2024માં લગભગ 4,000 યુનિટ હતું.

જોકે, ડેટા મુજબ, ભારતમાં નવેમ્બર 2025 માં 2.17 લાખ યુનિટ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર અને કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 1.93 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધાયું હતું, જે 88 ટકાનો વધારો દર્શાવે છે. એમ જોતા દેશના વિવિધ ભાગોમાં ઈવી લોકોની પસંદગી બની રહ્યા છે.
નવેમ્બર 2025 માટે અમદાવાદમાં તમામ પ્રકારના વાહનોના વેચાણના આંકડા જોતાં, કાર અને ટુ-વ્હીલરનું વેચાણ અનુક્રમે 8,100 અને 23,635 હતું. ગયા વર્ષ (2024)ના સમાન સમયગાળામાં, કાર અને ટુ-વ્હીલરનું વેચાણ અનુક્રમે 5,429 અને 19,436 હતું, તેમ ડેટા જણાવે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button