અમદાવાદ

વસતિ ગણતરીની શરૂઆત ગુજરાતમાં એપ્રિલ મહિનાથી થશે

અમદાવાદઃ ગુજરાતમાં ૨૦૨૭ ની વસ્તી ગણતરી માટેની કવાયત આ વર્ષે એપ્રિલમાં શરૂ થશે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે. કેન્દ્ર સરકારે ૧૧,૭૧૮.૨૪ કરોડ રૂપિયાના ખર્ચે વસ્તી ગણતરી માટે દરખાસ્તને મંજૂરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત સહિત ભારત ખૂબ જ વ્યાપક અને વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે. દેશમાં પહેલીવાર જાતિ આધારિત વસતી ગણતરી થશે અને તેનો ડિજિટલ ડેટા તૈયાર થશે.

સ્કૂલોની પરીક્ષાઓ પૂરી થયા બાદ એપ્રિલ મહિનામાં હાઉસલિસ્ટિંગ કામગીરી શરૂ થશે. તે પહેલાં વિવિધ સ્થળોએ તાલીમ અને વર્કશોપ યોજાશે, તેવી માહિતી મળી હતી. વસ્તી ગણતરીના કાર્ય માટે પ્રારંભિક આયોજન સોમવારે મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવ્યું હતું.

મોટેભાગે સરકારી સ્કૂલના શિક્ષકો ફિલ્ડ વર્ક કરશે જ્યારે રાજ્ય અને જિલ્લી વહીવટીતંત્ર દ્વારા ઉપ-જિલ્લા, જિલ્લા અને રાજ્ય સ્તરે અન્ય કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.

ગણતરીકારો, સામાન્ય રીતે સરકારી શિક્ષકો, વસ્તી ગણતરીનું ક્ષેત્રીય કાર્ય કરશે. રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપ-જિલ્લા, જિલ્લા અને રાજ્ય સ્તરે અન્ય કાર્યકર્તાઓની નિમણૂક પણ કરવામાં આવશે વસતી ગણતરીમાં આ વખતે એચએલબી વેબ મેપ એપ્લિકેશન છે. જાહેર જનતાને સ્વ-ગણતરીનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. યોગ્ય સુરક્ષા સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષકો અને અન્ય કમર્ચારીઓને તાલીમ આપવામાં આવશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button