અમદાવાદ

ધોરડોના શ્વેત રણ અને રોડ ટુ હેવન આસપાસના પ્રાકૃતિક વિસ્તારને ‘નો સ્પિટિંગ ઝોન’ જાહેર કરાયો

અમદાવાદઃ ટુરિસ્ટ હોટસ્પોટ બની ચૂકેલું ધોરડોનું સફેદ રણ અને આ રણને પુરાતન શહેર ધોળાવીરા સાથે જોનારા અદભુત રોડ ટુ હેવન આસપાસના વિસ્તારોનું પ્રાકૃતિક સૌદર્ય જળવાઇ રહે તે માટે કચ્છ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ બંને વિસ્તારોને આગામી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ‘નો સ્પિટિંગ ઝોન’ તરીકે જાહેર કર્યા છે.

ધોરડો ખાતે શરૂ થનારા કચ્છ રણોત્સવમાં મહાલવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા પ્રવાસીઓ સફેદ રણની વચ્ચમાંથી પસાર થનારા ‘રોડ ટુ હેવન’ના નામે ઓળખાતા આ પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ અદભુત વિસ્તારની પણ અચૂક મુલાકાત લે છે. પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ આ બે સ્થળોએ ફરવા આવેલા પ્રવાસીઓ દ્વારા બોટલ, કોથળીઓ, નમકીનના પડીકાં સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં ન આવે, જ્યાં-ત્યાં થૂંકવામાં ન આવે એ માટે કલેક્ટર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટિક ફ્રી અને નો સ્પિટિંગ ઝોન જાહેર કર્યો છે.

અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડીને કચ્છની હદમાં આવેલા ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો ૨(બે)-૨(બે)કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ‘રોડ ટુ હેવન’ કાઢવાંઢથી ધોળાવીરા ગામના એન્ટ્રી પોઈન્ટ સુધીનો માર્ગ અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં થૂંકવા પર પ્રતિબંધ મુક્યો છે. હુકમનો ભંગ કરનાર નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…કચ્છના વિકાસને વેગ મળશે, સીએમ ભુપેન્દ્ર પટેલે 680 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button