બજેટની જાહેરાતો બાદ ગુજરાતના આ બે સ્થળો બનશે નવા ટૂરિઝમ અટ્રેક્શન્સ

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે ગુજરાતના વારસા અને સાંસ્કૃતિક પર્યટન ક્ષેત્રને મોટા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી, જેમાં કેન્દ્રીય બજેટ 2026-27ના ભાગ રૂપે 15 પુરાતત્વીય સ્થળો પૈકી લોથલ અને ધોળાવીરાને જીવંત અનુભવ સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
હેરિટેજ અને કલ્ચર ટુરિઝમ થીમ પર બોલતા, સીતારમણે લોથલ, ધોળાવીરા, રાખીગઢી, આદિચનલ્લુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પેલેસ સહિત 15 પુરાતત્વીય સ્થળોને જીવંત, પ્રાયોગિક સાંસ્કૃતિક સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નાણા પ્રધાને ઉમેર્યું હતું કે ખોદકામ કરાયેલા લેન્ડસ્કેપ્સ મુલાકાતીઓ માટે ક્યુરેટેડ વોકવે દ્વારા ખુલ્લા મૂકવામાં આવશે અને મુલાકાતીઓના અનુભવોમાં વધારો કરવામાં આવશે. ખોદકામ કરાયેલા લેન્ડસ્કેપ્સ ક્યુરેટેડ વોકવે દ્વારા જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. સંરક્ષણ પ્રયોગશાળાઓ, અર્થઘટન કેન્દ્રો અને માર્ગદર્શિકાઓને ટેકો આપવા માટે ઇમર્સિવ સ્ટોરીટેલિંગ સ્કિલ્સ અને ટેકનોલોજી રજૂ કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉર્મેયુ હતું.
આ પહેલથી ગુજરાતના વૈશ્વિક સ્તરે પ્રખ્યાત હડપ્પા યુગના ધોળાવીરા અને લોથલ વસાહતો સહિત, આ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળોની આસપાસ પ્રવાસન, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને તેની જાળવણી પણ શક્ય બનશે.



