કૅમેરામાં કંડારો 'નવું ગુજરાત': ગુજરાતમાં ફોટો પાડો, CMને મળો અને જીતો ૨૫,૦૦૦ સુધીના ઇનામો! | મુંબઈ સમાચાર
અમદાવાદ

કૅમેરામાં કંડારો ‘નવું ગુજરાત’: ગુજરાતમાં ફોટો પાડો, CMને મળો અને જીતો ૨૫,૦૦૦ સુધીના ઇનામો!

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા ઉજાગર કરવા તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની (vikas saptah) ઉજવણી કરવામાં આવી રહી છે.

વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ફોટો પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે, આ ફોટો પ્રતિયોગિતામાં ભાગ લઈને ઈનામની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે મુલાકાતની તક મળી રહેશે. ફોટો પ્રતિયોગિતામાં પ્રથમ પાંચ વિજેતાઓને અનુક્રમે ₹25,000, ₹20,000, ₹15,000, ₹10,000 અને ₹5,000ના ઇનામો આપવાં આવશે તેમજ છઠ્ઠાથી દસમા ક્રમના વિજેતાઓને ₹2,000નું આશ્વાસન ઈનામ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ફોટો પ્રતિયોગિતા અંતર્ગત ગુજરાતના તમામ વિજેતાઓને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ફોટો પ્રતિયોગિતા ભાગ લેવા માટે https://gujarat.mygov.in/task/vikas-saptah-photo-competition લિંક પર જઈને

ફોટો પ્રતિયોગિતા માટે અમુક થીમ પસંદ કરવામાં આવી છે.

  1. વિકાસ યાત્રા: વિકાસનો પ્રવાસ
    2.માળખાગત સુવિધાઓ અને નવીનતા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન)
    3.સ્થાનિક માટે અવાજ: ગર્વથી સ્વદેશી
    4.ડિજિટલ ગુજરાત: પરિવર્તન માટે ટેકનોલોજી
    5.ગ્રામીણ પુનરુજ્જીવન અને કૃષિ પ્રગતિ
    6.સતત ગુજરાત (ટકાઉ વિકાસ): હરિયાળો વિકાસ અને પર્યાવરણ
    7.મહિલા નેતૃત્વ હેઠળનો વિકાસ
    8.સશક્ત સમુદાયો અને સર્વસમાવેશક વિકાસ
    9.શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
    10.સાંસ્કૃતિક વારસો અને પ્રવાસન
    11.સુશાસન: નાગરિક-કેન્દ્રિત સેવાઓ

આ સ્પર્ધામાં ભાગ લેનારે ખાસ નોંધવું રહ્યું કે, સબમિશન ફક્ત MyGov ગુજરાત પોર્ટલ – https://gujarat.mygov.in/ દ્વારા જ કરવાના રહેશે. પ્રતિભાગીઓએ પોર્ટલ પર સાચી અને અપડેટ કરેલી પ્રોફાઇલ વિગતો (નામ, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર) સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે. સબમિશન સમયસર કરવામાં આવશે તો જ સ્વીકારવામાં આવશે. દરેક પ્રતિભાગી વિવિધ થીમ હેઠળ મહત્તમ બે એન્ટ્રી (પ્રવેશ) સબમિટ કરી શકશે. ફોટોગ્રાફ્સ મૌલિક, અપ્રકાશિત અને કોપીરાઇટ મુક્ત હોવા જોઈએ. કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન ગેરલાયક ઠેરવશે.

ઇમેજ પર કોઈપણ સહી, વોટરમાર્ક, લોગો અથવા ઓળખી શકાય તેવા નિશાનને મંજૂરી નથી. ફક્ત મૂળભૂત કલર કરેક્શન અને ક્રોપિંગની જ મંજૂરી છે; વધુ પડતું એડિટિંગ અથવા કમ્પોઝિટિંગ પ્રતિબંધિત છે. વાંધાજનક, અપમાનજનક અથવા અયોગ્ય સામગ્રી ધરાવતી એન્ટ્રીઓ રદ કરવામાં આવશે. પ્રતિભાગીઓ તેમનો નૈતિક શ્રેય જાળવી રાખશે, પરંતુ વિજેતા એન્ટ્રીઓના કોપીરાઇટ ગુજરાત સરકાર પાસે રહેશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button