અમદાવાદ

ગુજરાતી લોક કલાકાર Devayat Khavad ના ચાંગોદર કેસમાં આગોતરા જામીન મંજુર…

અમદાવાદઃ ગુજરાતી લોક કલાકાર દેવાયત ખવડ(Devayat Khavad)ના આગોતરા જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજુર કર્યા હતા. દેવાયત ખવડ સામે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.તેની ઉપર ચુકાદો આપતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગાયક દેવાયત ખવડને આગોતરા જામીન આપ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં ‘ડાયરા કિંગ’ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા ‘સ્ટાર’ કીર્તિ પટેલ ફરી આવ્યા વિવાદમાં, જાણો વિગત

8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો

આ મામલે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા.

ડાયરામાં હાજર થયા નહોતા

પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button