અમદાવાદ

હવે શેર નહીં સોનુ ખરીદીયેઃ ભાવ આસમાને છતાં ગુજરાતમાં સોનાની આયાત આટલી વધી

શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે લોકો સલામત રોકાણના સાધન તરફ વળ્યાં

અમદાવાદઃ સોનાના ભાવ આકાશને આંબ્યા છે. સોનું રોકાણનું સલામત સાધન ગણાતું હોવાથી ભાવ વધારે હોવા છતાં લોકો મોટાપાયે ખરીદી રહ્યા છે. ગુજરાતમાં સોનાની આયાતમાં વધારો થયો છે. અમદાવાદ એર કાર્ગો કોમ્પલેક્સના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં ગુજરાતમાં સોનાની આયાત માસિક ધોરણે 62 ટકા વધીને 11.32 મેટ્રિક ટનથઈ હતી, જે જાન્યુઆરીમાં 6.98 ટકા હતી. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 89,500 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હોવા છતાં લગ્નસરામાં માંગ જોવા મળી હતી.

જોકે ફેબ્રુઆરી 2024ની સરખામણીમાં ફેબ્રુઆરી 2025માં સોનાની આયાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી 2024માં 13.91 મેટ્રિક ટનથી વાર્ષિક ધોરણે આયાત 18 ટકા ઘટી હતી. ચાંદીમાં પણ આવું જ થયું હતું. ફેબ્રુઆરી 2025માં આયાત ઘટીને માત્ર માત્ર 3.49 મિલિયન ટન થઈ હતી, જે જાન્યુઆરીમાં 135.23 મિલિયન ટનથી 97 ટકાનો ઘટાડો દર્શાવે છે. ફેબ્રુઆરી 2024માં 749.01 મિલિયન ટનથી મોટો ઘટાડો હતો.

આ પણ વાંચો…ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ માટે 102 ખાનગી સ્કૂલોને મંજૂરી અપાઈ…

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષે 19 ફેબ્રઆરીએ અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ 89500ની ટોચ પર પહોંચ્યું હતું. ગત વર્ષે આ દિવસે ભાવ 64,000 રૂપિયા હતો. એટલે કે આશરે 40 ટકા જટેલો વધારો થયો હતો. તેમ છતાં ખરીદદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમજ ઘણા રોકાણકારોએ શેરબજારના વધઘટથી સાવચેત રહીને નફો બુક કર્યો અને આર્થિક તથા ભૂ-રાજકીય અશાંતિ દરમિયાન પરંપરાગત સલામત સંપત્તિ સોનામાં રોકાણ કર્યું હતું. જોકે, ભાવમાં તોતિંગ વધારાને કારણે ખરીદદારો વધુ સાવધ બન્યા છે અને હળવી જ્વેલરી તરફ વળ્યા છે.

આ પણ વાંચો…જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની 689 ફરિયાદો…

આ ઉપરાંત લગ્નોમાં માંગ સ્થિર રહેતી હતી, પરંતુ ઘણા ગ્રાહકો ખર્ચ ઘટાડવા માટે પરંપરાગત 22-કેરેટના બદલે 14-, 16- અને 18-કેરેટના સોનાના ઘરેણાં તરફ વળ્યા છે. ભાવ વધારાથી ગ્રાહકોની ખરીદી પેટર્ન પર ચોક્કસપણે અસર પડી છે અને લગ્ન ખરીદદારોને તેમના બજેટ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે. ઘણા લોકોએ બજેટ જાળવી રાખવા માટે ઓછી શુદ્ધતાવાળા ઘરેણાં પસંદ કર્યા હતા. સોનાની સાથે ચાંદીની માંગમાં પણ ભારે ઘટાડો થયો હતો. ઝવેરીઓ હવે વૈશ્વિક બજારના વલણો અને સ્થાનિક ભાવના પર નજર રાખી રહ્યા છે, જે આગામી મહિનાઓમાં સોના અને ચાંદીની માંગને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button