આવતા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો કિમ-અંકલેશ્વર પટ્ટો શરૂ થશે

અમદાવાદઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 5નો ભાગ બનતો કિમ-દહેગામ સ્ટ્રેચ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ગયા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો મુદ્દો સંસદમાં પણ ચર્ચાયો હતો.
સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રિવરન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટ્લ પર પ્રોજેક્ટના સુરત યુનીટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ફરિયાદીને સંબોધિત પત્રમાં, નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પેકેજ 5, જે કીમથી દહેગામ સુધીના સ્ટ્રેચને આવરી લે છે, તે ચાલુ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
એનએચએઆઈ 1,386 કિમી, આઠ-લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણ કરી રહ્યું છે. આ એક્સપ્રેસવેના ભાગ રૂપે, અમદાવાદ, વડોદરા અને સુરત વચ્ચે પણ નવી કનેક્ટિવિટી ઊભી થઈ રહી છે.
આ છ પેકેજોમાંથી, ફક્ત પેકેજ 5 જાહેર જનતા માટે બાકી હતું. પેકેજ 1 થી 3 નું સત્તાવાર ઉદ્ઘાટન થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું, જ્યારે પેકેજ 4 અને 6 ટ્રાફિકની ગતિવિધિને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી બિનસત્તાવાર રીતે કાર્યરત છે.
પેકેજ 5 એ કિમને અંકલેશ્વર સાથે જોડતો અધૂરો ભાગ હતો, જેના કારણે વડોદરા-સુરત કોરિડોર સપૂર્ણપણે કાર્યરત નથી. જોકે, ચોમાસા પછી આ સેગમેન્ટ પર બાંધકામ ઝડપથી થયું હોવાનું સૂત્રો જણાવે છે. લગભગ 93 ટકા કામ હવે પૂર્ણ થયું છે અને વર્ષના અંત સુધીમાં ઉદઘાટન થવાની શક્યતા છે.
આપણ વાંચો: ગુજરાતમાં ‘ડિજિટલ અરેસ્ટ’નો આતંક: 3 લોકોની જીવનભરની મૂડી પોલીસે બચાવી, અને…



