ગુજરાતમાં આ રીતે થયું કારગિલ વિજય દિવસનું સન્માનઃ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજર | મુંબઈ સમાચાર

ગુજરાતમાં આ રીતે થયું કારગિલ વિજય દિવસનું સન્માનઃ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજર

અમદાવાદઃ ગુજરાતમાં કારગિલ વિજય દિવસ સન્માન અલગ રીતે કરવામાં આવ્યું. વીર જવાનોના બલિદાનને સલામ આપવાના કાર્યક્રમમાં રમતગમત ખાતાના કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. અમદાવાદમાં સાયકલ રેલી યોજી આ ઉજવણી થઈ હતી. સન્ડે ઑન સાયકલની 33મી આવૃત્તિની ઉજવણીના પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં સવારે 7:00 વાગ્યે સાબરમતી આશ્રમથી 800 લોકો સાથે સાયકલ ચલાવી હતી. જેમાં CISF, CRPF, BSFના કર્મચારીઓ, NSS, NYKSના સ્વયંસેવકો અને સ્થાનિક સાયકલિંગ ઉત્સાહીઓ સહિત 500 થી વધુ સાયકલ સવારો સહિત લગભગ 800 લોકોએ સામેલ થયા હતા.

આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન કોચ બત્રીનારાયણ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ પહેલની આ ખાસ આવૃત્તિ “સાયક્લિંગ રેલી વીથ CAPF”ની થીમ સાથે યોજવામાં આવી હતી. ડૉ. માંડવિયાએ કહ્યું, “સન્ડે ઓન સાયકલ એક જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે, સમગ્ર દેશના સામાન્ય દળો સાથે સન્ડે ઓન સાયકલ છે. દેશના યુવાનો આજે દેશમાં 6000થી વધુ સ્થળોએ સન્ડે ઓન સાયકલિંગ કરીને દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. જ્યારે તમે તમારી સાયકલનું એક પેડલ લગાવો છો, ત્યારે તમે દેશના નાગરિકોના સ્વાસ્થ્યને એક ડગલું આગળ લઈ જાઓ છો. સાયકલિંગ એ ફક્ત કેલરી બર્ન કરવાનો રસ્તો નથી. સાયકલિંગ એ પ્રદૂષણનો પણ ઉકેલ છે, એ સ્વાસ્થ્ય માટેનો મંત્ર છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણે મહાત્મા ગાંધી જે રસ્તે સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ જતા હતા તે રૂટ પર સાયકલ ચલાવી રહ્યા છીએ. આપણે સાયકલ ચલાવવાને એક સંસ્કૃતિ બનાવવી પડશે, સાયકલ ચલાવવાને જીવનનો ભાગ બનાવવો પડશે, સાયકલ ચલાવવાને સ્વાસ્થ્યનો મંત્ર બનાવવો પડશે. ડૉ. માંડવિયા ભાર મૂક્યો હતો કે, જ્યારે સાયકલિંગ યુનિફોર્મ બનાવવામાં આવે છે, ત્યારે મને ત્રણ સમસ્યાઓનો ઉકેલ દેખાય છે. પહેલું, મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. બીજું, પ્રદૂષણનો ઉકેલ દેખાય છે. ત્રીજું, ફિટનેસનો મંત્ર દેખાય છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button