ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો

અમદાવાદ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે 2022ની સરખામણીમાં રાજ્યમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો કુલ વધારો થયો છે. રિપોર્ટ મુજબ વિવિધ શ્રેણીઓમાં, છેતરપિંડીના કેસોમાં સૌથી વધુ 80 ટકાનો ઉછાળો નોંધાયો છે.

વર્ષ 2022માં રાજ્યમાં 1417 સાયબર ક્રાઇમ્સ નોંધાયા હતા. વર્ષ 2023માં, આ સંખ્યા વધીને 1995 થઈ હતી. નોંધાયેલા કુલ સાયબર ક્રાઇમ્સમાંથી 1034 કેસ (અથવા 52 ટકા) છેતરપિંડી સંબંધિત હતા. 2022માં આ સંખ્યા 575 હતી. આમ 2023માં 80 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો.

આપણ વાંચો: સાઈબરક્રાઈમના મામલામાં ગુજરાતમાં કન્વિકશન રેટ શૂન્ય, ભોગ બનનારને ન્યાય ન મળ્યો

નિષ્ણાતોએ સાયબર ક્રાઇમ્સ પાછળના હેતુઓનું વિશ્લેષણ કર્યું અને જણાવ્યું કે કુલ કેસોમાંથી 1187 કેસોનો હેતુ ફ્રોડ (નાણાકીય છેતરપિંડી) કરવાનો હતો. 387 કેસોનો હેતુ બદનામી કરવાનો હતો. જ્યારે 183 કેસોનો હેતુ ખંડણી વસૂલવાનો હતો.

રિપોર્ટમાં આવરી લેવાયેલા બે શહેરો પૈકી, અમદાવાદમાં નોંધાયેલા કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2021 માં 447 કેસ હતા, જે 2023 માં ઘટીને 246 થયા હતા. જ્યારે સુરતમાં કેસોમાં વધારો જોવા મળ્યો હતો. 2021માં 296 કેસ હતા, જે 2023માં વધીને 397 થયા હતા.

આ ઉપરાંત નોંધાયેલી અન્ય ઘણી એફઆઈઆર ચોરી, બ્લેકમેઇલિંગ, પીછો કરવો અથવા બુલિંગ જેવા ગુનાઓ સાથે સંબંધિત હતી. સૂત્રોએ જણાવ્યું કે, આ આંકડાઓને માત્ર એક સૂચક તરીકે જોવા જોઈએ, કારણ કે પોલીસ એજન્સીઓમાં તેનાથી અનેક ગણી વધારે સંખ્યામાં અરજીઓ સબમિટ કરવામાં આવે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button