અમદાવાદની સ્કૂલનો વિવાદાસ્પદ નિર્ણયઃ વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ: વાલીઓનો હોબાળો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદની સ્કૂલનો વિવાદાસ્પદ નિર્ણયઃ વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ: વાલીઓનો હોબાળો

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ડ્રેસકોડ મુદ્દે વિવાદ સર્જાયો હતો. સ્કૂલમાં ડ્રેસકોડના નામે વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈ વાલીઓએ હોબાળો કર્યો હતો. ડ્રેસ યુનિફોર્મના શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા દેવામાં ના આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્કૂલ દ્વારા ડ્રેસકોડના નામે વિદ્યાર્થિનીઓને હેરાન કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.

અત્યાર સુધીમાં તમામ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી, પરંતુ અચાનક જ કુલ વિવાદિત નિર્ણય લેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીનીઓને લેગિંગ્સ પહેરવા દેવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

સ્કૂલમાં અત્યાર સુધી તમામ પ્રકારની છૂટ આપવામાં આવતી હતી. પરંતુ અત્યારે વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરીને ના આવવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે વાલીઓએ પણ અનેક વખત સ્કૂલમાં રજૂઆત કરી છે કે પહેલા જે પ્રકારની છૂટ આપવામાં આવતી તે જ પ્રકારની છૂટ આપવામાં આવે. પરંતુ સ્કૂલ દ્વારા વાલીઓની રજૂઆત અવગણી જો વિદ્યાર્થિનીઓ લેગિંગ્સ પહેરીને આવે તો હેરાન કરવામાં આવતી હોવાનો પણ વાલીઓ આક્ષેપ લગાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટી છોકરીઓ ક્યારે શાળામાં નીચે બેસે અથવા છોકરાઓ સાથે હોય છે જેથી લેગિંગ્સ પહેરવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 10 દિવસથી લેગિંગ્સ પહેરવા દેવામાં આવતી નથી. સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેગિંગ્સ ડ્રેસ કોડમાં આવતી નથી, જેથી લેખિતમાં આપવામાં માટે કહ્યું હતું. લેખિતમાં આપતા નથી અને જો વિદ્યાર્થિની લેગિંગ્સ પહેરીને જાય તો સાઈડમાં ઊભી રાખવામાં આવે છે. તેમજ અઠવાડિયા પછી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે છે. દીકરીઓ મોટી હોય તો બેસવા માટે તકલીફ થતી હોય છે જેથી લેગિંગ્સ પહેરવી ખૂબ જરૂરી છે.

આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે વિદ્યાર્થિનીઓ નિશ્ચિત સ્કૂલ ડ્રેસમાં શાળાએ આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. વાલીઓએ રજૂઆત કરી છે અમે તેને લઈને નિર્ણય કરીશું. સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ નથી. જે સ્કૂલ યુનિફોર્મ છે તે પહેરવા માટે જ અમે આગ્રહ રાખીએ છીએ. કોઈ પણ વસ્તુ પહેરીને આવશે તો અમે કઈ રીતે એલાઉ કરીશું. વિદ્યાર્થિનીઓ ઘૂંટણથી નીચે ના સ્કર્ટ પહેરે એ જરૂરી છે. નાના સ્કર્ટ જોય તો લેગિંગ્સ પહેરવા પણ મંજૂરી આપીએ છીએ.

આપણ વાંચો : ઇડરમાં ‘વિસાવદર’વાળી થશે, તૈયારી શરૂ કરો: ધારાસભ્ય રમણલાલ વોરાએ લોકોને ભડકાવ્યા પછી લીધો યુ ટર્ન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button