કોંગ્રેસે ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો વિગત | મુંબઈ સમાચાર
અમદાવાદટોપ ન્યૂઝ

કોંગ્રેસે ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો વિગત

અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે 105 નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે. આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 10થી વધુ નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ, લાલજીભાઈ દેસાઈ, અનંતભાઈ પટેલ, અમૃતજી ઠાકોર, ઇમરાન ખેડાવાલા, બિમલભાઈ શાહ અને પલક વર્માનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે.

પંજાબ: આ રાજ્ય માટે કુલ 29 નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈ, નો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ: અહીં 26 નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓને સ્થાન મળ્યું છે. જેમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરનો સમાવેશ થાય છે.

ઝારખંડ : આ રાજ્ય માટે 25 નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડૉ. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલા,ની પસંદગી થઈ છે.

ઓડિશા: અહીં 35 નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ આપતી હોવાનું આ પરથી સાબિત થાય છે. આનાથી પાર્ટીના કામમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે.

આપણ વાંચો:  કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button