અમદાવાદઃ વડોદરા અને અમદાવાદ વચ્ચે હજારો નોકરિયાતો રોજ કામધંધા માટે ટ્રેન દ્વારા આવે છે અને રેલવે ત અનુસાર ખાસ મેમુ ટ્રેન સહિતની સુવિધાઓ પણ પૂરી પાડે છે. આથી આ બન્ને શહેરો વચ્ચેના ટ્રેન વ્યવહારમાં થતો ફેરફાર પ્રવાસીઓ-નોકરિયાતોને અસર કરે છે. બીજી બાજુ વિવિધ કારણોસર રેલવે સમારકામ કે જાળવણી માટેના કામ હાથ ધરતી હોય છે ત્યારે રેલવેના સમય અને રૂટમાં ફેરફાર થતો રહે છે.
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળ માંથી દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જાણી લો આ કઈ ટ્રેન છે.
શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થનારી ટ્રેનો
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
(બોક્સ)
શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો - 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે.
- 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.