અમદાવાદ

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો આભાર, કહી આ મોટી વાત

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં (coldplay concert) એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો હતો અને Totally Mind Blowing ગણાવ્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.

લાઈટિંગ, સાઉન્ડ, અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે ગ્રૂપના સિંગર શોને કોલ્ડપ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવ્યો હતો. સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભા રહેવાની જગ્યા બચી નહોતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદના હેરિટેજને રજૂ કરતી કોલ્ડપ્લેની ખાસ ટી શર્ટ રિલીઝ કરવામાં આવી હતી. શૉન પછી સ્ટેજ પર આવેલી અને અવાજમાં મારિયા કેરિ, મેડોના, રિહાના અને સેલિન ડાયનની સંયુક્ત રેન્જ ધરાવતી ઇલિયાના એ ‘કેમ છો અમદાવાદ’ કરીને એન્ટ્રી મારીને કોલ્ડપ્લેના સદાબહાર ગીતો જબરજસ્ત વોઇસ મોડયુલેસન, ફોલ્સેટો, વાયબ્રેટો અને ઓપેરા ટચ સાથે રજૂ કર્યા હતા. ઉપરાંત સ્ટેડિયમમાં દરેકને આપવામાં આવેલા 3 ડી મેપિંગ ચશ્મા અને બ્લૂ ટૂથ પાસવર્ડ નિયંત્રિત એલ ઈ ડી રિસ્ટ બેન્ડને લીધે સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી લાઈટિંગની અલગ જ આભા ઊભી થતી હતી.

આ પણ વાંચો…24 વર્ષ પહેલા કચ્છમાં આજના દિવસે ત્રાટક્યો હતો કાળમુખો ભૂકંપ, આજે પણ લોકો ધ્રુજે છે થરથર…

ઉલ્લેખનીય છે કે 1997માં કોલ્ડ પ્લેની સ્થાપના બાદ તેના 10થી વધુ સ્ટુડિયો આલ્બમ રજૂ થયા છે તે તમામ હિટ ગયા છે. જેમાં ‘એ હેડ ફૂલ ઓફ ડ્રીમ, ઘોસ્ટ સ્ટોરી, એ રશ ફૂલ ઓફ બ્લડ ટુ ધ હેડ’, એવરી ડે લાઈફ, મ્યુઝિક ફોર ધ સ્ફિયર્સ, યેલો, સ્પીડ ઓફ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિસ માર્ટિન સ્ટેજ પર આવે એ અગાઉ પર્યાવરણની જાળવણી માટે એની આ વર્લ્ડ ટૂરમાં લીધેલા પગલાં અને ભાવિ આયોજનો માટેની એક ફિલ્મ બતાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button