Cold Play Concert: વાહનચાલકો જાણી લો ટ્રાફિકના રૂટમાં શું ફેરફાર થયા છે
અમદાવાદઃ યુવાનોમાં ઘેલુ લગાવનાર Cold Play Concert દરમિયાન ટ્રાફિકની સંભવિત સમસ્યાઓ ન સર્જાઈ તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં બે બ્રિજનું કામ ચાલુ હોવાથી પહેલેથી ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે બે દિવસ માટે આ કોન્સર્ટને લીધે પણ સ્થિતિ વધારે પડકારજનક બનશે.
શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે Cold Play Music of The Yearsના કાર્યક્રમ દરમિયાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત અને ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે.
માર્ગ અકસ્માતો બનતા નિવારવા પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા સાબરમતી ખાતે Cold Play Music Concert 25મી જાન્યુઆરી 2025 તથા 26મી જાન્યુઆરી 2025ના રોજ થવાનો છે. આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
આ માર્ગ રહેશે બંધ
જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ પ્રતિબંધિત રહેશે.
તમારે આ રૂટ પરથી જવાનું રહેશે
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ પણ વાંચો…સયાજીનગરી ટ્રેનમાં ફરી દારૂ વેચતી મહિલાઓથી મુસાફરો ત્રસ્તઃ ચાલુ ટ્રેનમાંથી મહિલાનો કૂદકો
જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ
આ જાહેરનામાનો અમલ બન્ને દિવસના કલાક ૧૨.૦૦થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.