અમદાવાદટોપ ન્યૂઝ

કોલ્ડપ્લેની તારીખો નજીક આવી તો કાળાબજારીયા પણ થયા એક્ટિવ, જોકે પોલીસે…

અમદાવાદઃ આખા દેશને ઘેલુ લગાડનારા કોલ્ડપ્લે કોન્સર્ટની તારીખ નજીક આવી રહી છે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ આ શૉ યોજાશે. જોકે આ શૉની ટિકિટો ખૂબ જ મોંઘી છે અને છતાંપણ મળતી નથી ત્યારે તેની કાળાબજારી પણ થઈ રહી છે. અમદાવાદ પોલીસે આવા જ એક શક્શને ટિકિટની કાળાબજારી કરતો પકડ્યો હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો : Gujarat માં પહેલી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે, 214 કેન્દ્રો ખરીદ કેન્દ્રો ઉભા કરાયા

આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ છે. ચાંદખેડામાં કોલ્ડપ્લેની ટિકીટોના કાળાબજાર કરતા શખ્સને ઝોન-2ના ડીસીપી તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ હોકબાઈટ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ શખ્સને ઝડપી લીધો હતો.

આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. કોલ્ડપ્લે કોન્સર્ટની કથિત આરોપી અક્ષય પટેલ પાસેથી છ ટિકિટો મળી આવી છે. તેની પાસેથી રૂ 2500ની ચાર અને રૂ. 4500ની બે ટિકિટ મળી આવી હતી. છ ટિકિટો ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હતો. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશન પર નહીં આવેઃ પ્રવાસીઓ જાણી લો

મુંબઇ-અમદાવાદ વચ્ચે બે ખાસ ટ્રેન દોડશે

અત્રે ઉલ્લેખનીય છે કે કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25મી અને 26મી જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે બે ખાસ ટ્રેન ચાલશે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26મી જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેનો અમદાવાદથી બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button