
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીએ ફરીથી પોતાની અસર વર્તાવિ છે અને રાજ્યના અનેક શહેરમાં ન્યૂનતમ તાપમાનનો પારો નીછે ગગડ્યો હતો. સૌથી નીચું તાપમાન દાહોદમાં 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો બીજી તરફ સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 31.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં દાહોદમાં સૌથી નીચું તાપમાન 11.9 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 12.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.0 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 15.0 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.7 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 19.0 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.1 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
મહત્તમ તાપમાનની વાત કરી તો, સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 31.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પોરબંદરમાં 31.3 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 30.6 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 29.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 29.3 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 29.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 29.2 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 29.5 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 29.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 28.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 28.8 ડિગ્રી સેલ્સિયસ અને દાહોદમાં 26.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…ગોદડાં-ધાબળા બહાર કાઢો! ગુજરાતમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ સહિત ક્યાં કેટલી ગરમી અને ઠંડી?



