Top Newsઅમદાવાદ

વિરામ બાદ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો: કંડલા સૌથી ઠંડુ શહેર, જાણો અન્ય શહેરોનું તાપમાન

અમદાવાદ: ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે ઠંડીએ પુનઃ પોતાની હાજરી વર્તાવિ છે. છેલ્લા અઠવાડિયામાં સ્થિર રહેલો ન્યૂનતમ તાપમાનનો પારો ફરીથી નીચે ઉતર્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અને શહેરોના ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. કંડલા સૌથી નીચા તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

હવામાન વિભાગના આંકડાઓ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું તાપમાન કંડલામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે ઉપરાંત ડાંગમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, અમેરલીમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

તે સિવાય ભુજમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, , ગાંધીનગરમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 18.0 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 18.0 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.1 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 19.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 31.2 ડિગ્રી સેલ્સિયસ , અમરેલીમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 30.2 ડિગ્રી સેલ્સિયસ , ભાવનગરમાં 29.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 31.2 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 30.1 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 31.0 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 29.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 30.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 30.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 31.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 32.6 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 31.0 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો…રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી રહેશે વાદળછાયું વાતાવરણ, જાણો ક્યારથી શરૂ થશે ઠંડીનો નવો રાઉન્ડ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button